LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Saturday 5 September 2015

અનામતની આગ બાદ હવે ફિક્સ પેના વિરોધમાં 'થમ્બ ડાઉન સેલ્ફી' આંદોલન પૂરજોશમાં

ઓગસ્ટના અંતમાં પાટીદાર અનામત આંદોલન તેની ચરમસીમાએ જોવા મળ્યું હતું. પાટીદાર આંદોલનમાં સોશિયલ મીડિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હવે સોશિયલ મિડિયા પર  ફિક્સ પે સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રાજ્યના બે લાખથી પણ વધુ કર્મચારીઓએ હવે આ ફિક્સ પગારના મુદ્દે આંદોલન છેડી દીધું છે. સોશિયલ મીડિયા ફેસબુકને તેમણે પોતાનો અવાજ બુલંદ કરવાનું માધ્યમ બનાવી દીધુ છે.

ફિક્સ પગારના વિરોધમાં કર્મચારીઓ ફેસબુક પર થમ્બ ડાઉન સેલ્ફી અપલોડ કરીને આ મુદ્દે વિરોધ જતાવી રહ્યા છે. ધીરે ધીરે આ આંદોલન વેગ પકડતું જાય છે. રોજે રોજ અનેક લોકો તેમની થમ્બ ડાઉન સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છે. ફિક્સ પગારના વિરોધમાં કર્મચારીઓ અનેક વખત સરકાર સમક્ષ અને હાઈ કોર્ટમાં પણ રજૂઆત કરી હતી. ફિક્સ પગારધારકોની ફિક્સ પગાર ઉપરાંત પગારમાં પણ ખૂબ જ ઓછું વેતન મળે છે એવી ફરિયાદ છે. તેમના જણાવ્યા મુજબ ફિક્સ પગારમાં આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

આ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિરોધનો વંટોળ તો છે જ પરંતુ હવે આ સોશિયલ મિડિયામાં થમ્બ ડાઉન સેલ્ફી આંદોલનના સ્વરૂપમાં ઉભરી આવ્યું છે. આ એક અલગ પ્રકારના આંદોલનમાં ફિક્સ પગારધારકો પોતાના થમ્બ ડાઉન ઈમ્પ્રેશનવાળા સેલ્ફી ફોટા ફેસબુક પર પોસ્ટ કરી રહ્યા છે. આ આંદોલન  શરૂ કરવામાં એક ગુજરાત પોલીસનો ફાળો છે. તેણે શરૂ કર્યું અને પછી તો એક પછી એક તેમાં લોકો જોડાતાં જ ગયાં. આમ 2 લાખ જેટલા લોકો આ થમ્બ ડાઉન સેલ્ફી આંદોલનનો હિસ્સો બન્યા છે. આ આંદોલનમાં વિદ્યાસહાયકો, પોલીસ સહાયકો, અધ્યાપક સહાયકો સહિતના અનેક ફિક્સ પગારધારકોનો સમાવેશ થાય છે.

આ પ્રકારના કર્મચારીઓને સરકાર તેમની સર્વિસના પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપે છે અને પાંચ વર્ષ બાદ કાયમી કરવામાં આવતા હોય છે. રાજ્યમાં 7 થી 14 હજાર સુધી ફિક્સ પગારનો ગ્રેડ છે. પાંચ વર્ષ દરમિયાન ફિક્સ પગારમાં કોઈ જ પ્રકારનો વધારો ન થતો હોવા સામે કર્મચારીઓને રોષ છે.
સંદેશ ન્યૂઝ પેપર

No comments:

Post a Comment