LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday 13 January 2015

KUTCH:- PASS KARYA TARIKH THI J FULL PAY.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના તા. રર-૭-ર૦૧૩ના પરિપત્રનો રાજ્યના લોકલફંડ (સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી-ગાંધીનગર) તા. ૩-પ-ર૦૧૪ વાળા પત્રથી કરેલ અર્થઘટનના કારણે કચ્છના પ્રાથમિક શિક્ષકોને ખૂબ જ નુકસાન ભોગવવું પડશે. આ અંગે ન્યાયમેળવવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે રાજ્યકક્ષાએ લેખિત રજૂઆત કરી છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી દિનેશ શાહ, કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, પ્રાથમિક શિક્ષકોને અનેક વખત કોમ્પ્યૂટરની સીસીસી પરીક્ષા માટે ફોર્મ ભરેલા હતા, પરંતુ તંત્ર તરફથી પરીક્ષા લેવાની વ્યવસ્થા ન થતાં ર૦૧૪ના ઘણા શિક્ષકોએ સીસીસી પરીક્ષા પાસ કરેલ છે. હવે રાજ્યના લોકલફંડે તા. ૩-પ-ર૦૧૪ વાળા પત્રથી અર્થઘટન કરતા જણાવ્યું છે કે, તા. ૧-૧-ર૦૧૪ પછી કોઈ કર્મચારી સીસીસી/સીસીસી પ્લસ પરીક્ષા પાસ કર્યા તારીખથી બઢતી/ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર થશે. આ અન્યાયકારી અર્થઘટનના કારણે જે શિક્ષક ર૦૦૯નીસાલથી ઉચ્ચત્તર પગાર ધોરણને પાત્રથતો હશે તો પણ તે શિક્ષકે નવેમ્બર-ર૦૧૪માં સીસીસી પરીક્ષા પાસ કરેલ હશે તો તે શિક્ષકને ર૦૦૯ની સાલના બદલે નવેમ્બર-ર૦૧૪થી હાયરગ્રેડ મળશે. આમ કચ્છના પ્રા. શિક્ષકોને ભારે આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવશે. વળી, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને એવો કોઈ પરિપત્ર બહાર પાડેલ નથી કે ૧-૧-ર૦૧૪ પછી સીસીસી પાસ કરનાર કર્મચારીને પરીક્ષા પાસ કરે તે તારીખથી હાયરગ્રેડ આપવો. આમ કચ્છના પ્રા. શિક્ષકો અને અન્ય કર્મચારીઓને તંત્રના વાંકે આર્થિક નુકસાન ભોગવવું પડશે. આ બાબતેે ન્યાય મેળવવા અમુક શિક્ષકો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનું પણ વિચારી રહ્યા છે.

No comments:

Post a Comment