LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday 12 January 2015

GTU CCC PRACTICAL EXAM MA 20 MARKS MATE PU6AYEL MS WORD MA TYPE KARVANO PARAGRAPH.

અમદાવાદમાં ક્યાંના ફાફડા-જલેબી બેસ્ટ?
ગુજરાતીઓનો એવો કોઈ તહેવાર ભાગ્યે જ હશે કે જેનું કોઈ ફૂડ કનેક્શન ન હોય. આવતીકાલે દશેરા છે ત્યારે ફાફડા-જલેબી ખાવા અમદાવાદીઓ તરસી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ તો અત્યારથી જ ફાફડા-જલેબીની મોટી ડીમાન્ડને પૂરી કરવા તૈયારીઓ શરૂ પણ થઈ ચૂકી છે. જો આપ અમદાવાદમાં રહે તો હો તો આપને ખબર જ હશે કે ક્યાંના ફાફડા-જલેબી ફેમસ છે. પરંતુ, જો આપને ખબર ન હોય તો ડોન્ટ વરી.. અમે આપને જણાવીએ છીએ કે ક્યાંથી મેળવશો આપ સ્પાઈસી ફાફડા અને સ્વીટ જલેબી..
ઓસ્વાલ, આશ્રમ રોડ

ઈન્કમ ટેક્સ સર્કલ પાસે આવેલી ઓસ્વાલનું નામ સ્વાદ પ્રેમીઓમાં અજાણ્યું નથી. છેલ્લા 42 વર્ષથી અહીંની દરેક ફૂડ આઈટમ્સના અમદાવાદીઓ દિવાના છે. તેમાંય ફાફડા-જલેબીની વાત આવે ત્યારે તો ઓસ્વાલનો ઉલ્લેખ થાય જ. અહીં દશેરાએ 400થી 500 કિલો ફાફડાનું વેચાણ થાય છે.
ઈસ્કોન ગાંઠિયા, વસ્ત્રાપુર

ખૂદ પીએમ મોદી પણ ઈસ્કોન ગાંઠિયાના કસ્ટમર રહી ચૂક્યા છે. 2008થી શરૂ થયેલી ઈસ્કોલ ગાંઠિયામાં દશેરાએ 300 કિલો જેટલા ફાફડા અને 200 કિલો જલેબીનું વેચાણ થાય છે. તેની યુનિક ચટણી પણ ખાસ્સી પોપ્યુલર છે.

ભગવતી ચાટ, પંચવટી

છેલ્લા 25 વર્ષથી અહીંના ફાફડા-જલેબી ફેમસ છે. અહીં રોજ 50-60 કિલો જલેબીનું વેચાણ થાય છે. દશેરાએ તો અહીં ફાફડા-જલેબી મળે જ છે પરંતુ, તેી જલેબી ખાસ વખણાય છે. સામાન્ય દિવસે અહીં જલેબી ખરીદવા 15-20 મિનિટ લાઈનમાં ઉભું રહેવું પડે છે.

રસ મધુર, આંબાવાડી

છેલ્લા 40 વર્ષથી અહીં દશેરાએ ફાફડા-જલેબીના ચાહકો ઉમટી પડે છે.

મહેતા, વીએસ હોસ્પિટલ

અહીંના ફાફડા, જલેબી, પાપડી, ગાંઠિયા તેમજ ચોળાફળી આખા અમદાવાદમાં વખણાય છે. મહેતાની સ્પેશિયાલિટી ચટણી અને કઢીમાં છે. અહીંની ઘી કેસર જલેબી જાણીતી છે. જે રોજ ડિમાન્ડમાં હોય છે. દશેરાએ અહીં ફાફડા જલેબી સવારે પાંચથી રાત્રે 11 વાગ્યા સુધી વેચાય છે.

No comments:

Post a Comment