- Home
- PRATHNA
- E-BOOKS
- FOR CHILD
- TET,TAT&HTAT
- VED PURAN
- અન્ય વેબસાઈટ કે બ્લોગ પર વાંચવા જેવું સાહિત્ય
- WORLD CLOCK
- ગુજરાતી વર્તમાનપત્રો
- TEXT BOOK 1 TO 8
- STD 10th English Grammar Online Test
- English grammar
- ઉપયોગી અરજીપત્રકો અને ફોર્મ
- USEFUL TRICKS AND WEBSITE
- Educational Websites and Blogs
- CCC MATERIAL
- PPT
Sunday, 28 December 2014
કર્મચારીઓનુ લઘુત્તમ વેતન વધીને 15000 રુપિયા થશે.
➡તમામ રાજ્યોએ પણ કેન્દ્ર સરકારના નવા સુધારાનો અમલ કરવો પડશે.
➡નવા કાયદાથી લાખો કામદારોની આવક બમણી તઈ જશે.
➡સરકાર હવે નોકરીયાતોને મળતા લઘુત્તમ વેતનની મર્યાદાને વધારીને 15000 રુપિયા કરવાનુ વિચારી રહી છે.
➡એક અંગ્રેજી અખબારે આપેલા અહેવાલ પ્રમાણે મીનીમમ વેજ એક્ટમાં સુધારો કરવા માટેની કાર્યવાહી સરકારે શરુ કરી દીધી છે.નેશનલ વેજ એક્ટ હેઠળ 45 જેટલી આર્થિક પ્રવૃત્તિઓને સમાવવામાં આવી છે.આ તમામ પ્રવૃત્તિઓ કે વ્યવસાયોમાં કામ કરનારા કામદારોને સુધારાયેલા કાયદાનો લાભ મળશે.જોકે રાજ્યોને તો 1600 જેટલી આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને લઘુતમ વેતન ધારા હેઠળ સમાવવા માટેની છુટ છે.
જો લઘુતમ વેતન વધ્યુ તો કામદારોની સરેરાશ આવક બમણી થઈ જશે.કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા આ મુદ્દે આગામી દિવસોમાં તમામ રાજ્યોની એક બેઠક બોલાવવામાં આવનાર છે.કારણકે એક્ટમાં કેન્દ્ર સરકાર જે સુધારો કરશે તે રાજ્યોને પણ લાગુ પડશે.આ માટેની જોગવાઈ પણ એક્ટમાં રાખવામાં આવી છે.
સરકારને અપેક્ષા છે કે લઘુત્તમ વેતન વધશે તો તેના કારણે કામદારો અને શ્રમિકોને જે અસંતોષ છે તે ઓછો થશે અને કંપનીઓને પણ વાટાઘાટો કર્યા વગર નવા ક્ષેત્રોમાં કર્મચારીઓની ભરતી કરવાની તક મળશે.
જોકે આ ક્ષેત્રના ઘણા જાણકારોનુ માનવુ છે કે કાયદો બનાવ્યા બાદ પણ તેના અમલમાં જે મુશ્કેલીઓ છે તેના કારણે કામદારોને તેનો કેટલો લાભ મળશે તે જોવાનુ રહ્યુ.હાલમાં દરેક રાજ્યોમાં લઘુત્તમ વેતન અલગ અલગ આપવામાં આવે છે.તેમાં પણ સમાનતા આવશે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment