LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 23 May 2014

આજે ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ ઉંચુ એટલેકે 94.14 ટકા પરિણામ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ ઉત્તર ગુજરાતે બાજી મારી છે અને તેથી સમગ્ર રાજ્યમાંથી સૌથી વધારે ઉંચુ પરિણામ પાટણ જિલ્લાનું નોંધવામાં આવ્યુ છે. પાટણનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 98.61 ટકા આવ્યુ છે જ્યારે રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુરનુ આવ્યુ છે. છોટા ઉદેપુરમાં 55.16 ટકા પરિણામ નોંધવામાં આવ્યુ છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે વિજ્ઞાન પ્રવાહની પરિક્ષામાં 1,14,204 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કુલ પરિણામમાં 306 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 3,705 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. 
સરેરાશ પરિણામમાં વિદ્યાર્થીઓનું 93.98 ટકા અને વિદ્યાર્થીઓનું 94.43 ટકા પરિણામ નોંધવામાં આવ્યુ છે. અસારવા, ગોંડલ અને ધંધુકામાં 100 ટકા પરિણામ નોંધવામાં આવ્યુ છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 386 છે. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ સિટીનું પરિણામ 96.97 ટકા, અમદાવાદ રૂરલ 98.12 ટકા પરિણામ, રાજકોટમાં 97.09 ટકા પરિણામ, સુરતમાં 95.12 ટકા પરિણામ અને વડોદરા શહેરનું 90.70 ટકા પરિણામ
આવ્યુ છે.

No comments:

Post a Comment